ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બેઠકમાં રૂ.45 કરોડના કામોને અપાય મંજૂરી

ભરૂચ (બૌડા)‌ના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરીને મંજુરી આપવામાં આવી

New Update
Ankleshwar Urban Development Authority
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા)‌ના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરીને મંજુરી આપવામાં આવી છે.જેમાં મુખ્યત્વે બૌડા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલીકા નજીકના વિકસિત થઈ રહેલ વિસ્તાર એવા  કોસમડીના વિસ્તારનો સુઆયોજીત વિકાસને વેગ મળે આયોજનબધ્ધ વિકાસ થાય તે હેતુથી અંદાજીત ૧૩૦૦ હેકટરની ૧૧-મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવા માટે હદ પરામર્શ મેળવવાની કામગીરી કરવાને મંજુરી આપવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી. અંર્તગત નગર રચના અધિકારીના આયોજનલક્ષી સુચનો પાઠવવા મંજુરી આપવામાં આવી હતી.જેનાથી પ્રારંભિક યોજના બનાવવાની કામગીરીને વેગ મળશે.જંબુસર-ભરુચ રોડથી દહેજ બાયપાસને જોડતો આઝાદ ગાર્ડન પાસેથી પસાર થતો ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૩ કી.મી. નો ટી.પી. રોડ ગણેશ નંદન સોસાયટીથી હલદરવા તરફ જતા ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૨ કિ.મી લંબાઇ ધરાવતા રસ્તાની નવિનીકરણની કામગીરીની મંજૂરી આપવામા આવી હતી.નગરજનોના સુખાકારી સુવિધા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૌડાની ૨૯ મી બોર્ડ બેઠકમાં અંદાજે કુલ ૪૫ કરોડના કામોની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
Latest Stories