ભરૂચ : સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ લખી આપનાર આમોદ મદ્રેસા ટ્રસ્ટના ઉપપ્રમુખની ધરપકડ...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરવાના કેસમાં પકડાયેલા મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના (ઉપપ્રમુખ) સામે પણ SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

New Update
BHR MAULVI

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરવાના કેસમાં પકડાયેલા મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના (ઉપપ્રમુખ) સામે પણ SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ભરૂચ જિલ્લામાં બકરી ઇદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મિડિયામાં કુરબાનીના તરીકાની એક પોસ્ટ થઈ હતી. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવા કૃત્ય દારૂલ ઉલૂમ બરકાતે ખ્વાજા-આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડએ કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેથી આ મામલે આમોદ પોલીસે મૌલવી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની વધુ તપાસ SOG પોલીસને સોંપાઈ હતી

ત્યારે તપાસમાં પોસ્ટ લખી આપનાર સામે ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસમાં SOG પોલીસને જાણવા મળ્યું હતું કેદયાદરાની પટેલ સ્ટ્રીટ ખાતે રહેતા અને મદ્રેસા બરકાતે ખ્વાજાના (ઉપપ્રમુખ) શબ્બીર અલી પટેલ ઘણા સમય પહેલા કુર્બાનીનો તરીકો નામની (પોસ્ટ) મેસેજ બનાવી મૌલવી અબ્દુલ રહીમ જીબાવા રાઠોડને આપી હોવાનું સામે આવ્યું હતું. જેથી SOG પોલીસે મદ્રેસા બરકાતે ખ્વાજાના (ઉપપ્રમુખ) શબ્બીર અલી પટેલ સામે પણ ગુનો નોંધી તેની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#ઉપપ્રમુખ #ભરૂચ #ધરપકડ #આમોદ મદ્રેસા ટ્રસ્ટ #પોસ્ટ #વૈમનસ્ય ફેલાય #સોશ્યલ મીડિયા
Latest Stories