ભરૂચ: બી ડિવિઝન પોલીસે નાગોરીવાડમાં જુગાર રમતા 9 જુગારીની કરી ધરપકડ, રૂ.3.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી

Jugar
New Update

ભરુચ બી ડિવિઝન પોલીસે મોટા નાગોરીવાડમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને રોકડા 40 હજાર અને પાંચ વાહન મળી કુલ 3.17 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા 

ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા નાગોરીવાડ મદીના હોટલની બાજુમાં રહેતો ઝેનુલઆબેદ્દીન અબ્દુલ રહેમાન ઈસ્માઈલ મસીદિયા બહારથી માણસો બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 40 હજાર અને પાંચ વાહનો તેમજ 6 મોબાઈલ ફોન મળી કુલ 3.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર ઝેનુલઆબેદ્દીન અબ્દુલ રહેમાન ઈસ્માઈલ મસીદિયા,મોહમંદ નજીર મોહંમદ હનીફ ઇબ્રાહિમ શેખ,સલમાન મુનાફ મોહમંદ નાગોરી,ઈમરાન નિશાર ઈસ્માઈલ શેખ અને રાજેશ જયંતિ કટારિયા,દિપક વસાવા,મોહમંદ ઈસ્માઈલ મોહમંદ ઇસરાઈલ શેખ,આસિફ નબી શેખ,નિઝમઉદ્દીન ઇબ્રાહિમ ખાંધિયાને ઝડપી પાડ્યો હતો.
#9 જુગારીની કરી ધરપકડ #ભરૂચ #બી ડિવિઝન પોલીસ #જુગાર
Here are a few more articles:
Read the Next Article