New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
શિક્ષક દિવસ નિમિત્તે આયોજન કરાયું
જે.પી. કોલેજ ખાતે યોજાયો કાર્યક્રમ
શ્રેષ્ઠ શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન
અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો.
શિક્ષક દિવસના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્નારા મહાનુભાવોના હસ્તે ભરૂચ શિક્ષણવિભાગની વેબસાઈટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતુ. 'શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ'માં તાલુકાકક્ષાએ નેત્રંગ તાલુકાના બે, અંકલેશ્વરના એક, ભરૂચના બે અને ઝઘડીયા તાલુકાના એક એમ કુલ છ શિક્ષકોને પ્રશસ્તિપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Latest Stories