ભરૂચ : ભાઇલાલ અમીન હોસ્પિટલ-વડોદરા અને IMA-ભરૂચના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરાયું...

ભરૂચ સ્થિત આધુનિક કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપી, કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે

New Update
  • ભરૂચ શહેર ખાતે આધુનિક કેન્સર સેન્ટરનું નિર્માણ કરાયું

  • ભાઇલાલ અમીન હોસ્પિટલ-વડોદરાનો સહયોગ સાંપડ્યો

  • IMA-ભરૂચના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું

  • મહાનુભાવોના હસ્તે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરાયું

  • દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો ઉદ્દેશ : ડો. રવિ હીરવાણી 

ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચની હયાત પેલેસ હોટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સહિત આસપાસના વિસ્તારોના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો ઉદ્દેશ સાથે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હીરવાણીએ જણાવ્યું કેઆધુનિક સારવાર પદ્ધતિઓઅનુભવી ડોક્ટરો અને ટેક્નોલોજીના સંયોજન દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સેન્ટરમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ અપાવવાનો અમારો ઉદ્દેશ છે.

ભરૂચ સ્થિત આધુનિક કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપીકેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશેજે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-ભરૂચના વરિષ્ઠ તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ સહયોગની IMA ભરૂચના તબીબોએ પ્રશંસા કરી હતી. આ સાથે જ હવે સ્થાનિકોને ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ-વડોદરાના પ્રેસિડેન્ટ રવિ હીરવાણીબિઝનેસ હેડ ડો. નિરવ શાહરેડિએશન ઓન્કોલોજી વિભાગના એમડી ડો. વંદના દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાત ડો. રાજીવ શર્મામેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. નીરજ ભટ્ટ, IMA ભરૂચના પ્રેસિડેન્ટ ડો. પ્રગતિ બારોટસેક્રેટરી ડો. ભુવનેશ્વરી ગોહિલ સહિત મોટી સંખ્યામાં તબીબી જગતના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories