ભરૂચ : ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવાયેલ આદિવાસીઓની જમીન અંગે તપાસની માંગ

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ગુજરાતમાં અનુસુચિત વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
bhr bass

ગુજરાતમાં અનુસુચિત વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી કાર્યવાહી કરવાની ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ ઉઠવા પામી છે.

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ગુજરાતમાં અનુસુચિત વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિરાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કેગુજરાત રાજ્યનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર એટલે કેઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છેજેનો ભારતીય બંધારણની પાંચમી અનુસુચિમાં સમાવેશ થાય છે.

હાલમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી આદિવાસીઓની જમીન છિનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગોધરા પોલીસને 5 જેટલી ફરિયાદ મળેલ છે. આ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત 100 કરોડ જેટલી આંકવામાં આવી છે. તો અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે5 ફરિયાદમાં જે જમીન છે એની કિંમત કેટલી હશે..ઉમરગામથી અંબાજી સુધીના અનુસુચિ 5 વિસ્તારમાં આવી કેટલી ઘટનાઓ હશે..?  કેજેમાં ખોટા દસ્તાવેજ કરીનેધાકધમકી આપીનેગુંડા તત્વોનો ઉપયોગ કરીનેસરકારી અધિકારીઓની મિલિ ભગતથીરાજકીય વગ ધરાવીને આદિવાસીઓની કેટલી જમીન છિનવી લેવામાં આવી હશે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છેત્યારે ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે 73-AAનો કાયદો બનાવવામાં આવ્યો છેજેથી કોઇ પણ આદિવાસી કેબિન આદિવાસી ઇસમ આદિવાસીની જમીન છિનવી ન શકે. પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભુમાફિયાઓજમીન દલાલોગુંડા તત્વો ધાક ધમકીથીઅધિકારીઓની મિલીભગતથી કેરાજકીય વગનો ઉપયોગ કરીને આ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છેજે ગુન્હાપાત્ર કૃત્ય છેત્યારે અનુસુચિ 5 વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ ઉઠવા પામી છે.

Latest Stories