/connect-gujarat/media/media_files/2024/12/05/vth4qNdLldFqJjDWjvWZ.jpg)
હિન્ડાલકો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ યુનિટ બિરલા કોપર, દહેજ (ભરૂચ) અને આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણી ગત તા. 4 ડિસેમ્બર 2024ના રોજ દહેજ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગતા ધરાવતા 75 જેટલા વ્યક્તિઓ તેમનાં પરિવારજનોએ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ યુનિટ બિરલા કોપર, દહેજ (ભરૂચ) અને આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 5 ગામ જેવા કે, લખીગામ, દહેજ, લુવારા, અંભેટા અને જાગેશ્વરના દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટે“અસ્તિત્વ” પ્રોજેકટ ફેબ્રુઆરી-2023થી શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણીમાં સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ, બાળ સુરક્ષા અધિકારી ભરૂચ, બિરલા કોપર કંપનીના અધિકારીઓ અને આતાપી સેવા ફાઉન્ડેશનના સ્ટાફ તેમજ જાગેશ્વર અને લુવારા ગામના સરપંચ તથા લખીગામ ગ્રામ પંચાતયના સભ્ય ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રોજકટ અસ્તિત્વ અંતર્ગત દિવ્યાંગતા ધરાવતા જરૂરિયાતમંદ લોકોને સમાજ સુરક્ષા તરફથી જરૂરી સાધન સહાય અને કીટનું (ટ્રાયસીકલ, વ્હીલ ચેર, બ્લાઇન્ડ સ્ટીક) વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગતા ધરાવતા જૂથનાં આગેવાનોએ પોતાના અનુભવો અને જીવનમાં થયેલ બદલાવની વાત રજૂ કરી હતી. પ્રોજેકટ અસ્તિત્વનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યકિતઓના કૌશલ્યનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવાનો રહ્યો છે.