New Update
ભરૂચના વેજલપુર વિસ્તારમાં આયોજન
ભાજપ દ્વારા આયોજન કરાયું
આયુષ્યમાન- વયવંદના કેમ્પ યોજાયો
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચના વેજલપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત આયુષ્માન અને વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ૧૧ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરુચના વેજલપુર વિસ્તારમાં ખારવા પંચની વાડી, ગામડિયાવાડ ખાતે આયુષ્યમાન અને વાયવંદના યોજનાનો વિશેષ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, તેમજ નિરીક્ષક ચંપક મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયુષ્યમાન કાર્ડ અને વયવંદના યોજના અંતર્ગત લાભાર્થીઓએ આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો હતો.
Latest Stories