ભરૂચ : નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં યોજાય રક્તદાન શિબિર યોજાય

ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી.

New Update

ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી.

રક્ત એ એક એવી અમુલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે. જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રકતદાન શિબિરનું આયોજન કરી માનવસેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.ત્યારે ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસતાલુકા પંચાયત સદસ્ય શકીલ અકુજીગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ હતી.

આયોજિત રકતદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી. આયોજિત રકતદાન શિબિરમાં ૧૦૦ જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાનું રકતનું દાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. નબીપુર તાલુકા પંચાયત સદસ્ય શકીલ અકુજીએ મિડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રકતદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રકતદાન કરી એક સુંદર સંદેશ આપ્યો છે. જ્યારે જ્યારે રકતદાન શિબિર કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉમદા કાર્યમાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવે છે. એ બદલ તેઓએ સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.