New Update
/connect-gujarat/media/media_files/2025/12/30/deshad-village-2025-12-30-16-55-58.jpeg)
વાલિયા તાલુકાના દેશાડ ગામે સાનિકા ઇન્ડસ્ટ્રીઝ સોલાર પ્લાન્ટમાં એક ઇન્વેટર બંધ આવ્યું હતું. સ્થળ પર જઈ જોતા કેબલો કપાયેલા અને કેટલાક ગાયબ મળ્યા હતા. જેને લઈ સપ્લાય બંધ હતો. તસ્કરો પ્લાન્ટમાંથી 660 મીટરનો કેબલ કાપી ચોરી ગયા હતા. જ્યારે 1140 મીટર કેબલ, પાઈપ અને 200 કનેક્ટર્સને નુકશાન પોહચાડયુ હતું. જે અંગે વાલિયા પોલીસ મથકે સાઇટ ઈજનેર રાહુલ ચૌધરીએ 96 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories