ભરૂચ: ઝઘડીયાના ભાલોદ ખાતે ગંગાદશહરા મહોત્સવની ઊજવણી, નર્મદા મૈયાને ચૂંદડી કરાય અર્પણ

જેમા મોટી સંખ્યામા  ભાલોદ ગામ તેમજ દુરના શહેરમાં વસતા  લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્ઘાળુઓથી છલકાય ગયુ હતુ.

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગાદશહરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મા નર્મદાની મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ભરૂચ ના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગાદશાહરા મોહત્સવની ઊજવણી કરવામાં આવી હતી જેમા મોટી સંખ્યામા  ભાલોદ ગામ તેમજ દુરના શહેરમાં વસતા  લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્ઘાળુઓથી છલકાય ગયુ હતુ. ગંગાદશહરા મોહોત્સવની  ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યકમો યોજાયા હતા જેમા  નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામા બ્રહ્મસમાજના તેમજ  ગામના સ્થાનિક લોકો જોડાયા હતા  તેમજ સમૂહ  મહાઆરતી કરવામા આવી હતી સાથે એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામા આવી હતી
Latest Stories