ભરૂચ: ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધી 13 KMની કરી પદયાત્રા, વિવિધ મુદ્દે નોંધાવ્યો વિરોધ

ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિરોધ નોંધાવાયો

  • રાજપારડીથી ઝઘડિયા સુધી કરી પદયાત્રા

  • ગેરકાયદેસર રેતી ખનનનો વિરોધ

  • બિસ્માર માર્ગોના સમારકામની માંગ

  • માંગ ન સંતોષાય તો કલેકટર કચેરીના ઘેરાવાની ચીમકી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચના રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવો બને છે ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા માર્ગોનું  હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરે છે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી ન અપાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સાત દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઇવે નંબર 48 થઈ ભરૂચ કલેકટર કચેરીનો ઘેરાવો કરવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories