ભરૂચ : PM મોદીની હાજરીમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે..! : ખોટી અફવાઓ સામે ધારાસભ્યનો રદિયો...

ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ

New Update
  • ઝઘડિયાના રાજપારડી AAP કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો

  • ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા

  • MLAની અધ્યક્ષતામાં 100થી વધુએ AAPનો ખેસ ધારણ કર્યો

  • ભાજપમાં જોડાવાની ચર્ચાઓ મામલે ચૈતર વસાવાનો ખુલાસો

  • AI માધ્યમથી વિડીયો બનાવી ફેલાવાતી અફવા : ચૈતર વસાવા 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. રાજપારડી આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં 100થી વધુ લોકોએ AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ચૈતર વસાવાએ સંગઠનને વધુ મજબૂત બનવવા તેમજ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહ સાથે કામગીરી કરવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું.

સાથે સાથે ભાજપમાં જોડાવાની ચાલતી ચર્ચાઓ મામલે પણ ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો. જેમાં AIના માધ્યમથી વિડીયો બનાવી ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનું જણાવ્યુ હતું.

Latest Stories