New Update
ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હવે જાણે સામાન્ય બની ગઈ છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
દેવદિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો શુક્રાતીર્થનો મેળો મહાલવા પહોંચ્યા હતા ત્યારે ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય હતી ત્યારે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
Latest Stories