ભરૂચ: મહિલા પતંજલિ યોગ સમિતિ  દ્વારા બાળ સંસ્કાર શિબિર યોજાય, તિરંગાયાત્રાનું પણ આયોજન

ભરૂચના  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ  અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પાંજરાપોળ ખાતે આયોજન

  • બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરાયું

  • પતંજલિ યોગ સમિતિ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • તિરંગા યાત્રાનું પણ આયોજન

ભરૂચની મહિલા પતંજલિ યોગ સમિતિ  દ્વારા પાંજરાપોળ ખાતે બાળકો માટે બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના  સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ  અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆત કરતા પહેલા ત્રિમૂર્તિ હોલ પાસેથી બાળકો,વાલીઓ અને સંસ્થાના સભ્યો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાના પરાક્રમને સન્માન આપવા તિરંગા યાત્રા કાઢી અને પાંજરાપોળ ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ શિબિરમાં બાળકોને ગૌમાતા તથા ગૌવંશનુ પુજન કરાવી, યોગ, પ્રાણાયામ, સુર્ય નમસ્કાર, વેદમંત્રોઅંગેનું જ્ઞાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા,મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી  હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મિડિયા પ્રભારી, પ્રકાશચંદ્ર પટેલ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ અંજલિ ડોગરા ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે