ભરૂચ: જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાનો દાવો

સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણાં યોજી  શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ભરૂચની જુમ્મા મસ્જિદમાં

New Update
ભરૂચ કલેકટર કચેરી બહાર યોજાયા ધરણા પ્રદર્શન
ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા આયોજન
જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામી જન્મસ્થળ  હોવાનો દાવો
હિંદુઓને પ્રવેશવા દેવાની કરવામાં આવી માંગ
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર             
સર્વજ્ઞ શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા ધરણાં યોજી  શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ભરૂચની જુમ્મા મસ્જિદમાં સનાતન ધર્મમાં આસ્થા ધરાવનારને દર્શન કરવા જતાં અટકવવા સામે વિરોધ દર્શાવી  કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી
સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે ત્યારે  ભરુચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલ જુમ્મા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે. જેને લઇ ડો.આંબેડકર નિર્વાણ દિનની સાંજે કલેકટર કચેરી પાસે  સમિતિ દ્વારા ધરણાં યોજી  શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવી  સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે.. આ ધરોહરમાં અહિંદુ વ્યક્તિઓ દ્વારા છેડ-છાડ કરી તેમાં  ફેરફાર કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે આ ધરોહર માં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
Latest Stories