New Update
આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ
સ્વ.રાજીવ ગાંધીને પુષ્પાજલી અર્પણ કરાય
રાજીવ ગાંધીના બલિદાનને યાદ કરાયુ
કોંગ્રેસના આગેવાનો જોડાયા
ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ,શહેર પ્રમુખ હરેશ પરમાર, આગેવાન જયકાંત પટેલ,ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories