New Update
-
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
પૂવ પી.એમ.ડો.મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પણ કરાય
-
પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરાયા
-
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
-
ડો.મનમોહન સિંહના કાર્યોને યાદ કરાયા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરના મધ્યમમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાંઆવી હતી.
સ્વ ડૉ. મનમોહન સિંહે દેશ માટે આપેલ યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ હરેશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, નાઝુ ફડવાલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ આપી હતી.
Latest Stories