New Update
/connect-gujarat/media/media_files/2024/10/19/JgPX3CwU5hQUVj812cbw.jpeg)
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
માર્ગ મકાન વિભાગના રોડ રસ્તાના રીપેરિંગ-પેચવર્ક, જમીન સંપાદનની કામગીરી, ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને થયેલ નુકશાનની બાબત, આધાર કાર્ડ કિટ મંગાવીને આધાર અપડેશન, રેશનીંગ અનાજનો જથ્થો, વિકાસના કામોની ગુણવત્તા પર ભાર મુકીને જનપ્રતિનિધિઓને જાણ કરવી સાથે રાખવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.