/connect-gujarat/media/media_files/2025/04/03/mt9GlWtmbrJyYAXgFDBG.png)
ભરૂચમાં મિત્રની હત્યા બાદ તેની લાશના કરવત વડે 9 ટુકડા કરીને ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો,આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં કર્યો હતો,અને કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી માનવ અંગો મળી આવ્યા હતા.આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હતો.સચિન ચૌહાણ તથા તેની પત્ની પારૂલબેન તથા છોકરો શિવાશ વતનમાં ગયા હતા. ત્યાર બાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને 24 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો અને ત્યારથી તે ગુમ હતો.
આ મામલામાં મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ વિજયપાલ ચૌહાણે સચિનની હત્યા કરી હોવાની શંકાના આધારે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તેની ધરપકડ માટે ઉત્તરપ્રદેશ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રવાના કરવામાં આવી હતી.અને પોલીસે બિજનૌર ખાતેથી શૈલેન્દ્રસિંગ ચૌહાણની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આરોપી શૈલેન્દ્રસિંગની સઘન પૂછપરછ કરવામાં આવતા તેને ઘટાની સિલસિલાબંધ હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આરોપી શૈલેન્દ્રસિંગ અને સચિન બે ગાઢ મિત્રો હતા,અને બન્ને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થતા હતા,તેમજ મૃતક સચિન ચૌહાણના નામ પર શૈલેન્દ્રસિંગે લોન પણ લીધી હતી,જેના હપ્તાની ભરપાઈ બાબતે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો,આ ઉપરાંત મૃતક સચિનના મોબાઇલમાં આરોપી શૈલેન્દ્રસિંગની પત્નીના વાંધાજનક ફોટા હતા,જે બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો,અને શૈલેન્દ્રસિંગે રસોડામાંથી શાકભાજી સમારવાનું ચપ્પુ લાવીને સચિનના ગળે ચપ્પુના તીક્ષ્ણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને આ અંગેની કોઈને ભણક ન આવે તે માટે શૈલેન્દ્રસિંગ દહેજ નોકરી પણ જતો હતો.અને નોકરી પરથી પરત ઘરે આવતી વેળાએ તે પોતાની સાથે મહિલાના કપડા,લાકડુ કાપવાની કરવત,અને મોટી પોલીથીન બેગ સાથે લઇ આવ્યો હતો.
શૈલેન્દ્રસિંગે વારાફરતી મૃતક સચિનના અંગોને કાપીને પોલીથીન બેગમાં ભરી સ્ત્રીના વસ્ત્રો પહેરીને સચિનની મોપેડ લઈને અલગ અલગ જગ્યાએ ગટરમાં નિકાલ કર્યા હતા.આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપી શૈલેન્દ્રસિંગની ધરપકડ બાદ ભરૂચ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો,અને કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.