New Update
/connect-gujarat/media/media_files/2025/03/04/BY6XhGka1GOXAEydymAy.jpg)
ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાંથી અમદાવાદથી નવસારી સુધી પસાર થતી નવનિર્મીત હાઇટેશન ઇલેક્ટ્રીક લાઇનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ ઇલેક્ટ્રીક કેબલ વાયર ની ચોરીને અંજામ આપ્યો હતો. જેથી વિજ લાઇનનો કોન્ટ્રાક્ટ સંભાળતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ નામની કંપની મેનેજમેન્ટ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવરને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં આછોદ ગામના સફવાન સબ્બીર પટેલ તથા તેના સાગરીતો સિરાઝ ઉમર મહમંદ મલેક તેમજ કરણ વિજય ગોહિલની સંડોવણી છે.જેથી ત્રણેય અટકાયત કરી પૂછતાછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે ત્રણેય આરોપીઓને તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે 3 આરોપી હજુ પણ ફરાર છે.
Latest Stories