ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે શહેરની ખુર્શીદ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા 8 જુગારીઓની કરી ધરપકડ, રૂ.1.21 લાખનો મુદ્દામાલ જપ્ત !

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભરુચની ખુર્શીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યા

New Update
bharuch 1
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભરુચની ખુર્શીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો ભેગા મળી  પત્તાપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 8 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી મોબાઈલ,બાઈક અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ  આરોપી
(૧) મોહંમદ સલીમ ઉર્ફે ઝીંદા ગુલામનબી શેખ રહે, રહેમત પાર્ક
(૨) સોહેલખાન અઝીઝખાન પઠાણ રહે સિપાઇવાડ 
(૩) સમીર અબ્દુલ મુનાફ શેખ રહે. લાલબજાર 
(૪) મોહંમદ સોએબ મેહમુદમિંયા શેખ રહે હાજીપીર કીરમાલી 
(૫) મુઝમ્મીલ ગુલામ અકબર મલેક રહે. કતોપોર બજાર
(૬) ઇરફાનખાન ફરીદખાન પઠાણ રહે પરદેશી વાડ 
(૭) સાદીકખાન ઇબ્રાહીમખાન મીઠાઇવાલા રહે કતોપોર બજાર
(૮) નશરુદ્દિન મોહસીનુદ્દીન સૈયદ રહે. હુશેનીયા-૨.
Latest Stories