ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રાજપારડી પોલીસ મથકના પોક્સોના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીની સુરત ખાતેથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વર્ષ 2023માં રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સો એકટ

New Update
IMG-20250125-WA0001
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વર્ષ 2023માં રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સો એકટના ગુનાનો આરોપી 21 વર્ષીય દશરથ  વસાવા રહે, વણાકપોર તા-ઝઘડીયા ભોગ બનનાર સાથે સુરતના વેલંજા ગામની સીમમાં નિલેશ પટેલના ફાર્મમાં મજુરી કરે છે અને ત્યાં જ રહે છે.
Advertisment
આ બાતમીના આધારે પોલીસે એક ટીમ રવાના કરી આરોપી દશરથ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનારનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.આરોપી રાજપારડી પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે.
Latest Stories