ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના દોલતપુર ગામેથી રૂ.4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી....

New Update
Dolatpur Village
ભરૂચ એલસીબીએ વાલીયાના દોલતપુર ગામની સીમમાં ઓરડીમાં સંતાડેલ 4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ વાલીયા તાલુકામાં પેટ્રોલીંગમાં  હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલીયાના નવાનગર ગામ ખાતે રહેતો કુખ્યાત વાસુદેવ જશુભાઇ વસાવાએ દોલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાસુદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર વાડી ગામના રાહુલ ઉકારામ માળીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories