ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે પાણેથા ગામેથી રૂ.50 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.એમ.રાઠોડની ટીમ ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે  પાણેથા ગામનો અજય  વસાવાએ

New Update
bharu liq
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.એમ.રાઠોડની ટીમ ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે  પાણેથા ગામનો અજય  વસાવાએ તેના ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડેલ છે.
જે બાતમી આધારે પાણેથા ગામે દરોડા પાડતા રૂ.50,465ની કિંમતની 220 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે અજય વસાવાની ધરપકડ કરી અન્ય આરોપી મહેશ રાઠવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
Latest Stories