New Update
/connect-gujarat/media/media_files/2025/01/04/ZmxDWU5Qe7SH14vshCY5.jpg)
ભરૂચમાં રૂપિયાની જરૂરિયાત સંતોષવા બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વડોદરાની પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાથી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી ચોરીની 6 બાઈક કબ્જે કરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે જેના આધારે તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.ઝડપાયેલ ઇસમ ઘનશ્યામ ભરવાડે જણાવ્યું હતું કે આ બાઈક તેના મિત્ર કરણ રાવળે આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્નેની કડક પૂછતાછ કરતા તેઓએ બાઈક ચોરી અંગેની ચોંકાવનારી કબૂલાત કરી હતી.આરોપી કરણ રાવળે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોય તે વડોદરા ખાતે આવેલ પારૂલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો ત્યાંથી પાંચ ટુ વ્હીલર ચોરી કરી લઇ આવ્યો હતો અને આ બાઈક સંતાડી રાખી વેચવા માટેની પેરવી કરી રહયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2.40 લાખની કિંમતની ચોરીની 6 બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાઈક ચોરીના 6 ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે.