ભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન

ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં અવાઈ છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.  

New Update

ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં અવાઈ છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.  

ભરૂચમાં બુધવારે ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી. સોનેરી શણગાર સાથે મેઘરાજાની સવારી સોનેરી મહેલ ખાતે આવી ત્યારે વધામણા લેવા માટે મહેરામણ ઉમટી પડયો હતો. દિવાસાની આગળની રાત્રે ભોઇ સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી. મેઘરાજાના વિસર્જનની સાથે ભરૂચમાં ચાર દિવસીય ભાતીગળ મેળો પણ સમાપ્ત થયો છે.ભરૂચના પોતીકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણી માં   વરસાદી વિઘ્ન છતાં  ભકતોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી.
Latest Stories