માનવ જીવના જોખમ વિના ડ્રેનેજ સફાઈની કામગીરી સંભવ
દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર દ્વારા અનોખી ભેટ અપાય
રૂ. 35 લાખના રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનનું લોકાર્પણ
રોબોટિક ટેક્નોલોજીથી દહેજ પંથકમાં ડ્રેનેજની સાફસફાઈ કરાશે
કંપનીના કર્મચારીઓ, સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપરકંપનીદ્વારાCSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારની ડ્રેનેજ સફાઈ કાર્ય દરમિયાન કામદારોને જીવના જોખમે મેનહોલમાં ઉતારવાની ફરજ પડતી હતી, અને ભૂતકાળમાં દુર્ઘટનાઓના અનેક બનાવો પણ સામે આવ્યા હતા. દહેજ ગ્રામ પંચાયત દ્વારા રોબોટિક ક્લીનર માટે રજૂ કરાયેલી માંગના પરિણામે, બિરલા કોપર કંપનીએ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ યંત્ર ઉપલબ્ધ કરાવ્યું છે.
દહેજની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.ની યુનિટ બિરલા કોપરકંપનીદ્વારાCSR અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને રૂ. 35 લાખની અદ્યતન રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીન ભેટમાં મળતા કંપનીના અધિકારીઓ તથા દહેજના સરપંચની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીન મશીન દ્વારા હવે મેનહોલની અંદર ઉતર્યા વિના સફાઈ કાર્ય તેમજ અંદરના કચરાનું નિરીક્ષણ શક્ય બનશે.
અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની સાફસફાઈ માટે આ મશીન મહત્વપૂર્ણ સાધન સાબિત થશે, અને શ્રમજીવીઓ માટે સલામત કાર્ય પરિસ્થિતિ ઉભી કરશે. આ પ્રસંગે બિરલા કોપર યુનિટ હેડ કે. કુમારવેલ, HR હેડ ઉદિતાભ મિશ્રા, CSR હેડ મૌલિક પરમાર તથા ટીમ બિરલા કોપર, દહેજ સરપંચ જયદિપસિંહ રણા સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.