New Update
ભરૂચની દહેજ પોલીસે વાડીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પીસ્તોલ અને પાંચ નંગ જીવતા કારતુસ સાથે એક ઇસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચની દહેજ પોલીસે ગણતરીના સમયમાં જ વધુ એક આર્મસ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દહેજ પોલીસ મથકના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે,દહેજ,વાડીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી,જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories