New Update
/connect-gujarat/media/media_files/lKPwNdXS2gRxVIyvMvec.jpeg)
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે પગલાં લેવા અને ફરી પરીક્ષા યોજવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી દેશમાં તમામ વાલીઓ પોતાના બાળકો સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે પરંતુ સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી સાથે સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો-કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે.
સરકારી કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે.અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતાં પણ હવે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.બિહારમાં પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઇ હતી.ગોધરામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જ્યાં રૂપિયાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું હોવા સાથે આ નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું.જે સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી.માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ આ સ્થળે પરીક્ષા આપવા આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી આ સેન્ટરમાં સેટિંગ થઈ શકતું હોય તો દેશના અન્ય સેન્ટરો કેમ નહીં તેવા સવાલો ઉઠાવી હતી એન.ટી.એ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ટેકનિકલ ખામી કાઢી કેન્દ્ર બદલી નાખવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આવી સંસ્થાઓને રદ્દ કરી અન્ય સંસ્થાને પરીક્ષાનું આયોજન આપવા સાથે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે