ભરૂચ: સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો,12.85 લાખ લાભાર્થીઓને સહાય ચૂકવાય

સંલગ્ન નિગમોની યોજનાના લાભાર્થીઓને સહાય આપવા માટે  યોજાયેલા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરીયા અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા

New Update
Vanchito Vikasni vate
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરજીવનમાં પુરા કરેલા ૨૩ વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના નિલકંઠ સભાખંડ, બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૪  જિલ્લાઓ માટે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાના લાભાર્થીઓને સહાય આપવા માટે  યોજાયેલા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરીયા અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Bharuch BJP
વંચિતો વિકાસની વાટે કાર્યક્રમમાં ૧૨,૮૯,૮૮૫ લાભાર્થીઓને રૂા. ૩૮૩.૫૪ કરોડના લાભો ડિજીટલી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર સિંહ વાંસદીયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નગર પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ કોશિક પટેલ, ભરૂચ જિલ્લા કારોબારી સમિતિ અઘ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અધિક નિવાસી કલેકટર  એન. આર. ધાંધલ, જિલ્લા આગેવાન મારૂતિ સિંહ અટોદરિયા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Vikas Saptah
Latest Stories