ભરૂચ: કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ યોજાયો

કલેક્ટર  તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ'  અતંર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

New Update
Vikchit Bharuch
ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર  તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ'  અતંર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે. સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે.
આ પ્રસંગે તેમણે ભરૂચ જિલ્લામાં શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું.  આગામી દાયકાઓમાં વિકાસની દ્વષ્ટિએ એશિયા ખંડમાં, ભારત દેશ માટે અપાર તકો છે ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.