ભરૂચ : હાંસોટના વિવિધ ગામોમાં વિકાસ સપ્તાહની કરાય ઉજવણી, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે જે અન્વયે ભરૂચના હાંસોટ તાલુકાના મોઠીયા,ઉત્તરાજ અને શેરા જેવા ગામોમાં ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે

New Update
WhatsApp Image 2025-10-09 at 1.05.31 PM
સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે જે અન્વયે ભરૂચના હાંસોટ તાલુકાના મોઠીયા,ઉત્તરાજ અને શેરા જેવા ગામોમાં ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગ્રામજનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

WhatsApp Image 2025-10-09 at 1.05.32 PM (2)

શેરા ગામે વિકાસ રથનું સ્વાગત કરી ગ્રામજનો તેમજ લાભાર્થીઓએ વિકાસરથ થકી ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી.

WhatsApp Image 2025-10-09 at 1.05.33 PM (1)

આ પ્રસંગે અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, હાંસોટ તાલુકા મામલતદાર રાજન વસાવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને હાર્ડવેસ્ટર લાભ,ટીબી ન્યુટ્રીશન કીટ, માતૃશકિત, પુર્ણાશકિત જેવી વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો.  
Latest Stories