ભરૂચ: DGVCLના કર્મચારીઓની ક્રેડિટ સોસા. દ્વારા રાહતદરે ફટાકડા સ્ટોલનો કરાયો પ્રારંભ

ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા  સોસાયટીના સભાસદો-કર્મચારીઓ તથા જાહેર જનતા માટે રાહત દરે ફટાકડા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ફટાકડા સ્ટોલનો પ્રારંભ કરાયો

  • વીજ કંપનીના કર્મચારીઓની સોસા.દ્વારા પ્રારંભ કરાયો

  • રાહત દરે ફટાકડાનું કરાશે વિતરણ

  • કર્મચારીઓને 5%ની વિશેષ છૂટ આપવામાં આવશે

ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા  સોસાયટીના સભાસદો-કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા બે વર્ષથી ફટાકડાના સ્ટોરનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ મકતમપુર જીઇબી કચેરી કમ્પાઉન્ડ પાસે જેટકો કંપનીના એડીશન ચીફ એન્જિનિયર  પન્નાબેન, એસ. ઇ જેટકો દર્શનાબેન, એસ.ઇ DGVCL એચ. આર મોદી, ઇ.ઇ. એસ. એસ મોદી, પ્રમુખ ચિરાગ શાહ, તથા કમિટી સભ્યો દ્વારા ₹ સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બજાર કરતા ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે.
આ સ્ટોર પરથી ગત વર્ષની જેમ કર્મચારી સોસાયટીના સભાસદો માટે વેચાણ કિંમત કરતા વિશેષ 5% વધારાની છૂટ આપવામાં આવશે. આ દિવાળીના તહેવારમાં જીઈબી સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓ અને જાહેર જનતાને નામાંકિત કંપનીના ફટાકડા સસ્તા અને વ્યાજબી ભાવે મળી રહે એ માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Latest Stories