હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે બાયોમેડિકલ વેસ્ટનો કરાયો નિકાલ
અજાણ્યા શખ્સોની બેદરકારી ભર્યું કૃત્ય
ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
સ્થાનિકોએ આરોગ્ય તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી
હોસ્પિટલ કે લેબોરેટરીની ઓળખ માટેના પ્રયાસો
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે જાહેર જગ્યામાં અજાણ્યા શખ્સો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો,આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
ભરૂચ શહેરમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે.હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં કોઈ બે જવાબદાર હોસ્પિટલ અથવા લેબોરેટરીએ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો છે.
આ ઘટનામાં રસ્તા પર બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાની ડબ્બીઓ અને વપરાયેલા સિરિંજ જોવા મળ્યા છે.આ કૃત્ય બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.સ્થાનિક લોકોએ આ મુદ્દે આરોગ્ય તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.
જાણવા મળ્યા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનાર સામે એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા પાંચ વર્ષની કેદની જોગવાઈ છે.તેમજ ગંભીર બાબતોમાં બંને સજા પણ થઈ શકે છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ જવાબદાર વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.
આરોગ્ય તંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.તેમજ બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરનાર જવાબદાર હોસ્પિટલ કે લેબોરેટરીની ઓળખ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.