New Update
-
ભરૂચના આમોદમાં યોજાયો કાર્યક્રમ
-
ખેડૂતોને કૃષિલક્ષી સાધનોનું કરાયુ વિતરણ
-
ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
-
સરકારે ખેડૂતોને 21.43 લાખની સબસીડી આપી
-
108 ખેડૂતોને સાધન સહાયનું વિતરણ
રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આમોદના ખેડૂતોને કૃષિલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાં માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે.ખેડૂતને આત્મનિર્ભર કરવાં માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે.જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે ત્યારે ગુજરાત સરકારના કૃષિવિભાગ દ્વારા ભરૂચના આમોદના નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી હસ્તે ૧૦૮ જેટલા ખેડૂતોને કલ્ટીવેટર તેમજ પ્લાઉ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા.
જેમાં સરકારે ખેડૂતોને ૨૧.૪૩ લાખની સબસિડી આપી હતી.ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા.આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,દીપક ચૌહાણ,નાહિયેર ગામના આગેવાન મધુસૂદન પટેલ,જીલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ,મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા,વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Latest Stories