/connect-gujarat/media/media_files/2025/11/30/bharuch-congress-seva-dal-2025-11-30-15-55-50.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના શતાબ્દી વર્ષ પૂર્ણ થતા વાચકોને 100થી વધુ નકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પ્રથમવાર વાચકો સુધી પહોંચ્યા તેને સદી પુરા થયા છે. આજથી સદી પહેલા, 29 નવેમ્બર 1925, નવજીવન સામયિકના તંત્રી સ્વ.મહાત્મા ગાંધીજી હતા.અને હપ્તાવાર આ આત્મકથાનું પ્રકાશન શરૂ થયું હતું.
ગાંધીજીના જીવન, ચિંતન, નૈતિકતા અને સત્યપ્રયાણનો આ અમૂલ્ય ગ્રંથ આજે વિશ્વની અનેક ભાષાઓ ઉપરાંત 22 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, અને દેશ-વિદેશની અનેક યુનિવર્સિટી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમનો મહત્વનો ભાગ છે.
આ શતાબ્દી વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગૌરવસભર ઉપક્રમે 100 કરતા વધુ નકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ સેવાદળ પ્રમુખ CA જયદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પગલું યુવાનો-વિદ્યાર્થીઓમાં ગાંધી ચિંતન પ્રત્યે પ્રેરણા, જાગૃતિ અને અભ્યાસની ભાવના પ્રગટાવવા માટે ઉદ્દેશિત છે.
આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ CA જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે પણ ગાંધીજીનું સત્ય, અહિંસા અને મૂલ્યોનો પ્રકાશ આજે પણ અખંડ દીપની જેમ માર્ગદર્શન આપે છે.ગાંધી વિચારો માત્ર ઇતિહાસ નથી, એ ભવિષ્યનું માર્ગદર્શક દર્શન છે.