New Update
ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજે દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જીએનએફસી ટાઉનશિપ ખાતે આ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,કલેકટર તુષાર સુમેરા,જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકો તેમજ યોગવીરોએ વિવિધ યોગાસનો કર્યા હતા. તો સાથે જ આગેવાનો દ્વારા લોકોને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી
Latest Stories