ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ સતત સાત વર્ષથી કાર્યરત છે,અને જે અંગેની ઉજવણી માટે મન પાંચમનો મેળો શીર્ષક હેઠળ કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળના સાત વર્ષના સમય થવાથી ઉજવણી માટે," મન પાંચમ નો મેળો" હેઠળ એક સુંદર રસભર કવિ સંમેલન 29 ડિસેમ્બરના રોજ શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં 11 કવિ મિત્રો કવિતા,ગઝલ,ઞીત,સોનેટ વિગેરે બધા પ્રકારની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી.આ પ્રસંગે સીનિયર સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સંચાલક તરીકે કવિ જતિન પરમારને આયોજનને બિરદાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે અધ્યક્ષ અને અતિથી વિશેષ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરી નવી પેઢીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા આહવાન કર્યું હતું.