ભરૂચ:જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન, ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન

ભરૂચ જિલ્લા પોલીસ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ જવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો

New Update
  • ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજન

  • સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમ યોજાયો

  • મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા

  • ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન

  • ફિટનેસ જાળવવાનો સંદેશ અપાયો

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ જવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સાથે પર્યાવરણમિત્ર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો હતો.
સાયકલ રેલી પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રારંભ થઈ પાંચબત્તી સુધી પહોંચી અને ત્યાંથી પરત હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનો અને અધિકારીઓએ માત્ર સાયકલિંગ જ નહીં પરંતુ યોગા સત્ર તથા થંભા ડાન્સ દ્વારા ફિટનેસ અને મનોરંજનનો સંદેશ આપ્યો હતો.આ અનોખા કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે લોકજાગૃતિ અને હેલ્થ અવેરનેસ બંનેનો સરસ સંયોજન રજૂ કર્યું હતું.
Latest Stories