ભરૂચ: બળેલી ખો વિસ્તારમાં ચાની ભૂકી માંથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

ગણેશ મહોત્સવ પૂર્ણતાના આરે, ભરૂચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ. ચાની ભૂકીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવાય, ભગવાન રામ સ્વરૂપની શ્રીજીની પ્રતિમા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.

New Update
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારના રાઠોડ પરિવાર દ્વારા ચાની ભૂકી તેમજ અન્ય ચીજોથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.


ભરૂચના બળેલી ખો વિસ્તારમાં રહેતા રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઘરમાં જ પોતાના હાથે વિવિધ ઇકોફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
સતત ત્રીજા વર્ષે ઘરેજ ચાની ભૂકી, ટોપલી,વાંસ, પૂઠ્ઠા  સહિતની ચીજ વસ્તુઓમાંથી દોઢેક મહિનાની મહેનતથી અયોધ્યાના રામ સ્વરૂપે ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કરી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ રાઠોડ પરિવાર આપી રહ્યો છે.
#Bharuch #Bharuch Ganesh Mahotsav #Ganesh Mahotsav #Ganesh Idol
Here are a few more articles:
Read the Next Article