ભરૂચ: વરસાદે વિરામ લેતા તૂટેલા માર્ગોના કારણે ધુળીયું વાતાવરણ, વાહનચાલકો પરેશાન

ભરૂચ શહેરમાં વરસેલા વરસાદ બાદ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. મુખ્ય માર્ગો પર રોડ તૂટી ખાડા પડતા વાહનચાલકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

New Update
rakesh
  • ભરૂચના માર્ગો બન્યા બિસ્માર

  • મોટાભાગના તમામ માર્ગો તૂટી ગયા

  • વરસાદે વિરામ લેતા ધુળીયું વાતાવરણ

  • વાહનચાલકો પરેશાન

  • તાત્કાલિક સમારકામની માંગ 

ભરૂચ શહેરમાં ચોમાસા દરમ્યાન માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે હવે વરસાદે વિરામ લેતા તૂટી ગયેલા રસ્તાના કારણે માર્ગો પર ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદ બાદ માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. મુખ્ય માર્ગો પર રોડ તૂટી ખાડા પડતા વાહનચાલકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તૂટેલા રોડ અને ઉડતી ધૂળના કારણે મોટાભાગના વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ છવાયું છે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર ધૂળ ઉડતાં વાહનચાલકોને ધૂળથી તકલીફ પડી રહી છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા લોકો માસ્ક કે દુપટ્ટો  બાંધીને જ ફરવા મજબૂર બન્યા છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાલિકા દ્વારા આઇકોનિક રોડ પર પાણીના ટેન્કરથી છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેરના અને હાઇવેના મોટાભાગના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી ઠેર-ઠેર ધૂળિયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે.વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો તાકીદે તૂટેલા રસ્તાઓના સમારકામની  માંગ કરી રહ્યા છે.
Latest Stories