ભરૂચ: વીજ કંપનીનો પાવર હાઈ વોલ્ટેજ, અનેક મકાનોમાં વીજ ઉપકરણો ફૂંકાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં વીજ પાવર હાઈ વૉલ્ટેજ થઈ જતા અનેક રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.

New Update

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીમાં વીજ પાવર હાઈ વૉલ્ટેજ થઈ જતા અનેક રહીશોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા જેના કારણે તેઓએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો

ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં વીજ ધાંધીયા જોવા મળી રહ્યા છે એવામાં પૂર્વ ભાગમાં ઝાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની બેદરકારીના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.પુષ્પકુંજ સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવાર નવાર લૉ અને હાઇ વોલ્ટેજ થતા લોકોના ફ્રિઝ, એ.સી., સી.સી.ટી.વી. સહિતના વીજ ઉપકરણ  ફૂંકાઈ ગયા હતા.જેના કારણે તેઓએ આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી નુકશાની પેટે આર્થિક વળતરની માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાની સરસાડ શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ 31 હજારની લાંચ લેતા પકડાયો, સ્કૂલ વેન ચાલકો પાસે માંગી હતી લાંચ

પરિવહન યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના 3000 લેખે કમિશન પેટે આપવાનું લાંચિયા ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ જણાવ્યું હતું.

New Update
Sarsad Government Secondary School
ભરૂચના ઝઘડિયાની સરસાડ સરકારી માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઇ પટેલે ઈકો ગાડી ચાલકને બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ રાખ્યા હતા. પરિવહન યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના 3000 લેખે કમિશન પેટે આપવાનું લાંચિયા આચાર્યે જણાવ્યું હતું.
જેમાં ઇકો ચાલકના ચાલુ વર્ષના ત્રણ મહિનાના 9000 તેમજ અન્ય એક સ્કૂલ વર્ધિ વાહન ચાલકના વર્ષ 2024ના વાનના રૂપિયા 13000 અને વર્ષ 2025 ના 3 મહિનાના 9000 ના બિલો બાકી હતા. એમ કુલ રૂપિયા 31000 ની બન્ને વાહન ચાલકો પાસે આચાર્યે લાંચની માગણી કરી હતી.બન્ને વાહન ચાલકો લાંચ આપવા માંગતા ન હોય ACB નો સંપર્ક કર્યો હતો.
વડોદરા નાયબ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં ભરૂચ ACB PI એમ.જે.શિંદેએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.શાળાના કમ્પાઉન્ડમાં જ બન્ને વાહન ચાલકોના બિલો પાસ કરવા કમિશન પેટે ₹31000 ની લાંચ સ્વીકારતા ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ભરૂચ ACB એ લાંચિયા આચાર્યને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.