New Update
એલુવીસ લાઇફ સાયન્સ કંપનીનો પ્રયાસ
સામાજિક જવાબદારીના ભાગરૂપે કરાયો પ્રયાસ
પી.એચ.સી.સેનટરોનું કરાયુ નવનિકરણ
કોંઢ ગામે યોજાયો કાર્યક્રમ
આરોગ્ય વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
એલિવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ તથા નર્મદા જિલ્લાના પીએચસી સેન્ટરનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. એલિવસ લાઇફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ પબ્લિક હેલ્થ સેન્ટરને રીનોવેટ કરીને નવનિર્માણ કરી તેને વધુ આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે આવેલ પીએચસી સેન્ટરને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હેન્ડ to હેન્ડ Ngoના દ્વિતીમાન પ્રોજેકટ ચેરમેન ખુશ્બૂ મહેતા, બ્લોક કોડીનેટર પ્રવીણ ઠાકુર, તાલુકા હેલ્થ ઓફિસર કિશન વસાવા સહિતના આમંત્રિતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories