ભરૂચ: ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો, હજુ પણ પારો 3 ડીગ્રી સુધી ગગડે એવી હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું

New Update
Cold Wave

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે પણ ઠંડી યથાવત રહી હતી બુધવારના રોજ ભરૂચ અને અંકલેશ્વરનું તાપમાન 18 ડીગ્રી જેટલું નોંધાયુ હતું. તો ઉત્તર દિશામાંથી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.આગામી અઠવાડિયામાં ભરૂચ જિલ્લાનું તાપમાન હજુ પણ ત્રણ ડિગ્રી ગરડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Latest Stories