ગ્રાહકોમાં લોકપ્રિય ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ
હોટલ શેઠના પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે યોજાયો કાર્યક્રમ
ફેડબેંકની 581મી શાખાનું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન
રીબીન કટિંગ અને દીપપ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું
મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો-શુભેચ્છકોની ઉપસ્થિતી
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ હોટલ શેઠના પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે ફેડબેંકની 581મી ભરૂચ શાખાનું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ગ્રાહકોમાં લોકપ્રિય અને વિશ્વસનીય ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ભરૂચ શહેરના તથા જિલ્લાના ગ્રાહકોને વધુ સારી સેવા આપવા જઈ રહી છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ હોટલ શેઠના પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે આજરોજ રીબીન કટિંગ અને દીપપ્રાગટ્ય કરી ફેડબેંકની 581મી ભરૂચ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે મહાનુભાવો, શુભેચ્છાકો તેમજ ફેડબેંકના આમંત્રણને માન આપી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેડબેંક ગોલ્ડ લોન વિભાગના CMO જગદીશ રાઓ, જિંજર હોટલના MD એરિક શેઠના, ઋષદ શેઠના, માતૃ ટ્રેડિંગના ઓનર વિજય અમિન, નાનું કન્ટ્રક્સનના ઓનર હેમંત સુરતી, નિખિલ સોનાર, અમિત ટંડેલ, અમીષ આચાર્ય, કેશવ શર્મા, પાર્થ ઇટાલિયા, કૃણાલ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.