ભરૂચ: મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં આગ ભભુકી ઉઠી

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. રવિવાર હોવાથી હોટલ

New Update
vlcsnap-2025-01-26-20h58m56s899

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. રવિવાર હોવાથી હોટલમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા, તે દરમિયાન અચાનક હોટલના રસોડામાં આગ ભભૂકી ઊઠી હતી. 

Advertisment

આગની જાણ થતાં જ હોટલમાં હાજર તમામ ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, સ્થાનિક લોકો અને હોટલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીને કારણે આગ પર વહેલી તકે કાબू મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રસોડામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શહેરની અન્ય હોટલોમાં અગ્નિ સુરક્ષાના સાધનોની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

Latest Stories