New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/jhagdia-2025-09-27-18-21-10.jpg)
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ઝગડીયા જીઆઈડીસીમાં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં શનિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી.આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. અને ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા.
ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.જો કે કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં સમયસર પાંચ જેટલા ફાયર ટેન્ડર પહોંચી આગ બુજાવી હતી.