New Update
/connect-gujarat/media/media_files/2025/11/18/bharuch-2025-11-18-13-06-22.jpg)
ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલ પ્લાઝા નજીક હાઈવા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
કેબલ બ્રિજ પાસે પસાર થઈ રહેલી હાઈવા ટ્રકના પાછળના ટાયરોમાં અચાનક આગ ફાટી નીકળતા ડ્રાઈવર સહિત માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ નિયંત્રણમાં આવતા જાનહાની ટળી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ પ્રાથમિક અંદાજ મુજબ ટાયર ઓવરહીટ થવું અથવા ઘર્ષણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આગના પગકે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
Latest Stories