ભરૂચના દાંડિયા બજારનો બનાવ
યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ
ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો
મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.